લખું તો પ્રાસમાં ગુજરાત, મારા શ્વાસમાં ગુજરાત.
ઠેરઠેર આવાસમાં ગુજરાત, મારા શ્વાસમાં ગુજરાત.
સંતશૂરાની છે આ ભૂમિ ઈશ્વર પણ આવવા
ઈચ્છે,
ભાતીગળ અભ્યાસમાં ગુજરાત, મારા શ્વાસમાં ગુજરાત.
ધર્મસ્થાનોને મંદિરોમાં આસ્થા અવિરત દેખાય
અખૂટ,
ઉજ્જવલ ભાવિ આશમાં ગુજરાત, મારા શ્વાસમાં ગુજરાત.
ઈતિહાસ જેનો ગૌરવવંતો કવિ લેખકોની હોય
વિરાસત,
પ્રગતિના પંથના પ્રયાસમાં ગુજરાત, મારા શ્વાસમાં ગુજરાત.
અસ્મિતા ગરવી ગુર્જરનારીની સૌએ અનુસરવા જેવી,
આગતાસ્વાગતા ખાસમાં ગુજરાત, મારા શ્વાસમાં ગુજરાત.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.