વૃદ્ધાશ્રમ.
વૃદ્ધોથી ઊભરાઈ રહ્યું,દીકરાનું ઘર.
આંસુથી છલકાઈ રહ્યું, દીકરાનું ઘર.
એક નવો જાણે કે અધ્યાય શરૂ થયો,
મન બળવો પોકારી રહ્યું, દીકરાનું ઘર.
છે ઘણા મારા જેવા સાથીઓ વસતા,
તોય સર્વસ્વ ગુમાવી રહ્યું , દીકરાનું ઘર.
દીકરા હોવા છતાં આ દશા કેટલી બૂરી,
આંતરડી કકળાવી રહ્યું, દીકરાનું ઘર.
ના દેજે ઈશ્વર કોઈને આવા દિન કદીએ,
ફફડતું અંતર કહી રહ્યું, દીકરાનું ઘર.
સગવડતા ઘણી પણ કુટુંબ મારું ક્યાં?
આશરો એ આપી રહ્યું દીકરાનું ઘર.
- ચૈતન્ય જોષી. 'દીપક ' પોરબંદર.