વાચકમિત્રો
પાપ વજનમાં ભારી છે
પુણ્ય વજનમાં હલકું છે
પાપ વજનમાં ભારી છે એટલે
એની ગતિ ધીમી છે
પુણ્ય વજનમાં હલકું છે એટલે
એની ગતિ વધારે છે
આપણે ત્યાં કહેવત છે
પાપ પૌત્રે અને ધર્મ ગોત્રે
એટલે કે પાપ પૌત્ર સુધી નડે
અને ધર્મ દિકરી ને પણ ફળે
પુણ્ય છે એ પૃથ્વી નો સવળો ચકર લગાવે છે
અને પાપ અવળો ચકર લગાવે છે
એટલે ઇન્સાન ને જન્મ થી લઈને મૃત્યુ સુધી
ગમે ત્યારે કર્મ શોધી લે છે
પાપ અને પુણ્ય ના ફળ નું આધાર તમે કેટલા
પ્રમાણમાં કરો છો એના પર રાખે છે
નાનું પાપ હશે કે પુણ્ય હશે તો થોડાક દિવસમાં
તમારા સુધી પહોંચી આવશે
પણ વધારે હશે તો વાર લાગશે જેવું કર્મ આ જન્મમાં
પણ ફળ મળે અને આવતા જન્મમાં પણ મળે
શ્રી કૃષ્ણ એ ગીતા માં કહ્યુ છે કે 100 પાપ થાય
ત્યારે એક વીંછી કરડે
તમે સૌએ અનુભવ્યું હશે કે દુઃખમાં સમય લાંબો
થઈ જાય છે અને સુખ માં ટૂંકો પડે છે
તો આનું કારણ એ જ છે કે પાપ ભારી છે એટલે દુઃખ જલ્દી પસાર નથી થઈ શકતું એનો ભાર લાગે છે
અને પુણ્ય હલકું છે એટલે સુખ નો ભાર નથી લાગતો
સમય જલ્દી થી પસાર થઈ જાય છે
✍️ચૌહાણ સુરજબા "આર્ય "