સ્ત્રીઓ પર આરોપ લગાવનારાઓ,
ફક્ત એકદિવસ ઘરકામ કરી તો જુઓ.
બાળકો ઓનલાઇન નથી મળતા,
નવ મહિના ઉદર માં રાખી તો જુઓ.
આખા પરિવાર ના સભ્યો ના સ્વભાવ ને,
સહન કરનાર ને થોડી સમજી તો જુઓ.
આતો મફત માં નોકરી કરે છે એટલે ગણતરીમાં,
નથી આવતું દર મહિને પગાર આપી તો જુઓ.
તકલીફો સહન કરીને તમારી સામે હસ્તી રહે છે સદા,
હોસ્પિટલોમાં પ્રસુતીરૂમ ની મુલાકાત લઇ તો જુઓ.
બાળક ની સાથે માતાનો પણ નવ જન્મ થાય છે,
સ્ત્રીઓની ટીકા કરતાં પહેલા દર્દ ને સમજી તો જુઓ.
આતો ભલુંથાય ભારતીય સ્ત્રીઓ અને ઇન્ડિયન આર્મીનું કે કોઇ દિવસ હડતાલ પર નથી ઉત્તરતી બાકી સ્ત્રીઓ વગર ઘર અને આર્મી વગર બોડર ફક્ત એક દિવસ માટે સંભાળી તો જુઓ.
લી. ચૌહાણ સુરજબા "આર્ય "