મિત્રો હું એક લગ્ન માં ગઈ હતી.
ત્યાં એક બેનના ફોન ની રિંગ વાગી.
ફોન નંબર એ બેને લાઈફલાઈન
લખીને સેવ કરેલો હતો
ફોન આવ્યો એટલે નંબર ડિસ્પ્લે પર
ફ્લેશ થયો બેન થાકી ગયા હતા
ઉંઘી ગયા હતા રીગ વાગી છતાં જાગ્યા નહીં
એટલે મે જગાડ્યા અને કહ્યુ બેન
તમારી લાઈફલાઈન નો ફોન આવ્યો
એ બેને હસતા હસતા ફોન રિસીવ કર્યો.
મિત્રો અત્યારે ની ઘણી ખરી બહેનો પતિ ના ફોન નંબર લાઈફ લાઈન લખીને સેવ કરે છે. કારણ શુ છે ખબર ફેશન છે બધા કરે એમ આપણે પણ કરવાનું હોય ને એટલે બાકી બધા પતિ પત્ની લાઈફલાઈન નથી હોતા અમુક લાઈફ લાઈન માં દશ વર્ષ કમ કરી એવા પણ હોય છે. અને અમુક તો લાઈફ લાઈન નું the and કરી દે એવા પણ હોય છે.
મિત્રો અત્યારે ના જમાના ની વરવી વાસ્તવિકતા એ છે કે જે પતિઓ છૂટાછેડા ના ચકર લગાવતા હોય છે એમના ફોન માં પણ મે પત્ની ના ફોન નંબર લાઈફ લાઈન લખેલા મારી નજરે જોયા છે.
મિત્રો ઘણી પત્નીઓ ની એવી ફરિયાદ હોય છે કે મારો પતિ મારા થી love નથી કરતો મારી કદર નથી કરતો. અમુક માનુનીઓ પતિને એટલો ડરાવી ધમકાવીને રાખે છે કે એ ડરની અસર બેડરૂમ માં વર્તાય પતિ પ્રેમ કરવા તો માંગે છે પણ પત્ની ના ડરના કારણે નથી કરી સકતો, આવા ઘણા કિસ્સા જોયા છે.
મિત્રો ઘણા પતિઓ પણ પોતાની પત્નીઓ ને ડરાવી ધમકાવીને રાખે છે, પછી પત્ની પાસે થી love, પ્રેમ, ચાહત, ઈસ્ક, અનુરાગ, સ્નેહ, મહોબત, ની આશા.......... રાખે છે તો સ્ત્રી જેનાથી ડરે એને પ્રેમ ના કરી શકે એનો શરીર સોંપી શકે આત્મા નહીં આત્મા નો સ્નેહ મેલળવો હોય તો વિશ્વાસ થી પર એવી શ્રદ્ધા મેળવો સ્ત્રી નો વિશ્વાસ જીતવો આશાન નથી. અને છેલ્લી વાત મિત્રો મે મારા પતિના ફોન નંબર શ્રીરામ લખીને સેવ કર્યા છે.✍️ ચૌહાણ સુરજબા "આર્ય "🙏