જીંદગી માં ખુસિયોં તો અનેક મળે છે
પણ ઇન્સાન એની કદર ક્યા કરે છે
મળ્યો છે આ મનુષ્ય દેહ અનમોલ
લોકો એની ફિકર ક્યા કરે છે
પેટ ને કચરા પેટી બનાવી ને લોકો
હોસ્પિટલોના ખોટા બિલ ભરે છે
મળી છે અમૂલ્ય સંપત્તિ સંતતિ નાં રૂપ માં
છતાંય દિકરીઓ નિર્ભર થઇ ક્યા ફરે છે
માનવીના રૂપ માં જાનવરો
અહીં ખુલ્લેઆમ ફરે છે
એટલે જ તો ગાય અને દિકરીઓ
બહાર નીકળતા ડરે છે
પત્નીઓ ને ત્રાસ આપી ને પતિઓ
હવે ગર્લફ્રેન્ડ સાથે ફરે છે
અને પત્નીઓ કંઈ કમ નથી પતિ નાં ગયા
પછી ચેટીંગ બીજા પુરુષો સાથે કરે છે
સંતાનો કહ્યુ નથી માનતા માં બાપ નું આવા પ્રસંગો તો
રોજ બંને છે પણ પોતાના વડીલો નું કહ્યું અહીં કોણ કરે છે
ભણતર પૈસા છાપવાની મશીન બનાવે છે
ઇન્સાન ને એટલેજ તો લોકો અહીં ભણે છે
ભણતર સાથે ગણતર નું હોવું પણ જરૂરી નહિતર
ભણ્યા પછીય લોકો નાં કરવાના કામ કરે છે
આ કલયુગ છે "આર્ય "અહીં
ભગવાન થી ક્યા કોઇ ડરે છે
લી..... સુરજબા ચૌહાણ "આર્ય "