દોસ્ત સોનુ એમજ નથી થઇ જવાતું
કસોટીઓ આપવી પડે છે
ઉત્તમ અભુસણ બનવા માટે
આ કાયા ને તાપવી પડે છે
સાવ સસ્તા માં નથી મળતી પ્રતિષ્ઠા
આખા જીવન ની મેહનત આપવી પડે છે
સંસ્કાર નાં આપો સંતતિ ને તો
એની સીક્ષા કાપવી પડે છે
યોગ્ય હાથ માં નાં આપો સંપતી તો
આખી જિંદગી વૃદ્ધાશ્રમ માં કાપવી પડે છે
સમાન સંસ્કાર આપો સંતાનો ને મર્યા પછી
પણ જવાબ ભગવાન ને આપવો પડે છે
હજી તો ઉગ્યો જ હતો છોડ ને
કળી ને કાપવી પડે છે
ભીતર થી જો થઇ જાય ભૂલ તો
આજીવન પરીક્ષાઓ આપવી પડે છે
ભૂલ હોય કોઇ બિજાની હોય તોય
સજા નિર્દોષ ને આપવી પડે છે
આ તે કેવો નિયમ છે " આર્ય"
દિકરી ને દાન માં આપવી પડે છે
લી.... સુરજબા ચૌહાણ "આર્ય " જો મારી આ રચના તમને ગમે તો લાઈક અને કમેંટ જરૂર કરજો મારો લખવાનો ઉત્સાહ વધશે