Gujarati Quote in Poem by સુરજબા ચૌહાણ આર્ય

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મે માટી માંથી તને માનવ બનાવ્યો અને
તુ જાનવર ના કામ કરવા લાગ્યો

લાજ શરમ ને મૂકી ને તુ
વ્યભિચાર કરવા લાગ્યો

સ્ત્રી ના અવની પર અવતરણ પહેલા
તુ ઉદર માં જ મારવા લાગ્યો

માણસ થઈને તુ સેતાન
ના કામ કરવા લાગ્યો

કાચી કળીઓ ની ઈજ્જત લૂંટી ને
બેશરમ ની જેમ ફરવા લાગ્યો

જે માં નું ધાવણ ધાવ્યો એને
આજ છેતરવા લાગ્યો

જે પિતાએ મોટો કર્યો તેને સમાજ
માં નીચું દેખાડવા લાગ્યો

જે બહેન તને રાખડી બાંધી એને
તુ તરછોડવા લાગ્યો

આવા કાળા કામ કરીને
તુ બેફામ ફરવા લાગ્યો

ધર્મ પત્ની ની પરવા છોડી પારકી
સ્ત્રીઓ પર મરવા લાગ્યો

કુકર્મો નો પહાડ ખડકી ને તુ
મોજથી જીવવા લાગ્યો

તારા પ્રેમ માં આંધળા માં બાપ ની
આંખ માં તુ ધૂળ ઝોકવા લાગ્યો

એટલે જ તુ આજ મારી આંખો
માં ખટકવા લાગ્યો

ઘરની બધી જવાબદારીઓ થી
તુ હવે છટકવા લાગ્યો

સત્ય ના રસ્તે થી તુ
હવે ભટકવા લાગ્યો

રુધિર ના સબંધો તુ
હવે તોડવા લાગ્યો

નાતો પરદેશીયો હારે તુ
હવે જોડવા લાગ્યો


ઘર બાર મૂકી ને તુ હવે
પારકા ઘરે રહેવા લાગ્યો

હજી સદબુદ્ધિ આવે તો સુધરી જાં
હવે તો તને માનવ બનાવી ને
ભગવાન પણ પસ્તાવા લાગ્યો


હવે તને બનાવીને હુ હવે પસ્તાઉ છુ
તુ હવે ઇન્સાન માંથી હેવાન બનવા લાગ્યો


લી..... સુરજબા ચૌહાણ "આર્ય " ગમે તો લાઈક કમેન્ટ કરજો 🙏

Gujarati Poem by સુરજબા ચૌહાણ આર્ય : 111929471
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now