જુઓ વાદળીઓ જાય છે,
સાગરમાં જળ ભરવા.
પવનને સૂર્યની કિરણોને ,
સાથે લઇ જાય છે ફરવા .
જલધિના જળને મીંઠું મધુરુ,
કરવાની શક્તિ છે આ કુદરતમાં.
વાદળ થઈ વર્ષી પડી ખેતરો કોતરો,
શહેરો અને ગામ તણા પાદરમાં .
સરિતા કેટલી કર્તવ્ય નિષ્ઠ છે જરાય ,
જળ રાખ્યું નહિ પોતાના આંચલ માં.
લોકો કહે છે સરિતાને ઉતાવળ છે,
સાગર ને મળવાની હવે ખબર પડી,
ઉતાવળ હતી આચરણ શુદ્ધ કરવાની.
લી. ચૌહાણ સુરજબા "આર્ય "