હવે ના થઈ શકે મનમાની, સાઈઠ થયાં.
જોજો આ વાત છે મુદાની, સાઈઠ થયાં.
સલાહસૂચનો આપવાના દિવસો તો ગયા,
છોડી જવાનું દુનિયા ફાની, સાઈઠ થયાં.
સૌને સાથે લઈને ચાલવાનું એ સમો છે,
નથી રહી હવે કાંઈ જવાની, સાઈઠ થયાં.
હળીમળીને રહેવુંને સહનશીલતા કેળવવી,
તજો જૂની રીત એ ગુસ્સાની, સાઈઠ થયાં.
વાત આપણા વખતની કોઈને નથી ગમતી,
છે વખતના વહેણે વળવાની,સાઈઠ થયાં.
વોકીંગને હળવા વ્યાયામની આદત જરુરી,
શક્તિ મળે ઈશ્વર પ્રાર્થનાની, સાઈઠ થયાં.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.