લીમડાની ડાળે કોયલનો ટહુકાર,
મામાનું ઘર ને ગ્રીષ્મની બપોર;
ધોમ ધખતા તડકે રસ્તા સૂનકાર,
લાલ ચુંદડીમાં ઝૂમતો ગુલમહોર;
રજાની મજા માણતા ભાણિયા,
ખરા બપોરે પણ કરતા શોરબકોર;
ખૂલા આકાશે તારાનો ઝગમગાટ,
સવાર સવારમાં પંખીનો કલશોર;
ગૂંદા, કેરી, કેરાનાં અથાણાંની મોજ,
આંબા આંબલીની મજા કંઈ ઓર;
અલગ હતી રજાની મજા "વ્યોમ"
ઉનાળું વેકેશન ને ગ્રીષ્મની બપોર;
નામ:- ✍... વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
GETCO (GEB), મુ. રાપર.