વિષ જગતનાં જીરવી બેઠો શંકર થવા દ્યો મને.
આશા સઘળી ખેરવી બેઠો શંકર થવા દ્યો મને.
સપનાઓ મનનાં જગઆતપે બળી ભસ્મ થયાં,
રાખ એની અંગે ચોળી બેઠો શંકર થવા દ્યો મને.
કામક્રોધાદિક ભૂતની ટોળીની વચ્ચે રહેનારો છું,
રામ નામ મુખે ઉચ્ચારી બેઠો શંકર થવા દ્યો મને.
હોય ધર્મવિમુખ એની સાથે નથી બનતું મારે કદી,
ખુદ શ્વસુરથી નાતો તોડી બેઠો શંકર થવા દ્યો મને.
સાવ એકલો અટૂલો સ્થિર થૈ પર્વતવાસી થયો છું ઠરીને ઠામ હું ફરીફરી બેઠો શંકર થવા દ્યો મને.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.