મળી ગઈ નોકરીને હું નોકર થયો.
આઝાદી ભૂલીને પછી ચાકર થયો.
ભૂલાયા ખ્યાલો મારા કૈંક કરવાના,
સત્તાની તાનાશાહીથી ઠોકર થયો.
રહેતો ખુશમિજાજ સ્થિતિ ભૂલીને,
લોકો સમજ્યા કે હું તો જોકર થયો.
નથી કીમત કર્મની , " હાજી " કરવાનું,
ગૈ સ્વતંત્રતાને ગુલામી જંજીર થયો.
સ્વમાન વટાવી કમાયેલો પગાર મારો,
આખરે કેટકેટલો હું પણ અધીર થયો.
- ચૈતન્ય જોષી ' દીપક ' પોરબંદર.