મમતાની મૂરત છે મા મારી.
સ્નેહની સૂરત છે મા મારી.
જીહ્વાનો પ્રથમ ઉચ્ચાર છે,
પ્રેમની મિલકત છે મા મારી.
નિ: સ્વાર્થ લાગણી વહેતી,
પ્રભુ તણું એ ખત છે મા મારી.
નયનથી નેહ વરસતો સદાએ,
કરુણા કેરી છત છે મા મારી.
ખુદ ઈશ્વર જેનો પ્રેમ ઝંખતો,
આખરે ઈશ્વરદત્ત છે મા મારી.
કદી ના ચૂકવાય ૠણ એનું,
ચરણે મસ્તકનત છે મા મારી.
નથી એ ઉપમા છે અનન્વય,
વેદશાસ્ત્રો સંમત છે મા મારી.
- ચૈતન્ય જોષી ' દીપક ' પોરબંદર.