એક સમય હતો જ્યારે ઉનાળાના વેકેશનમાં ઘરે સાબુદાણાની ચકરી, ચોખાના પાપડ, બટેકાની વેફર કાતરી અને એવું બધું બનાવતા. ઘરમાં બનાવવાનું અને ધાબે તડકે સુકવવા જવાનું! આયોજન અને સંચાલન મમ્મીનું અને જોડે જોડે ટીમમાં આપણે, આપણાં ભાઈ-બહેન અને પાડોશીઓ...! કેવી મજા આવતી 😍