"હમણાં આવું છું " કહીને ગયાં તે ગયાં.
" દિલમાં રહું છું" કહીને ગયાં તે ગયાં.
પરસેવો વળી ગયો આંખને પ્રતિક્ષા કરી,
" બાજુમાં વસું છું " કહીને ગયાં તે ગયાં.
સાદ કરજો કાળીરાત્રે ઉઘાડપગે આવીશ,
" ચંપલ શોધું છું " કહીને ગયાં તે ગયાં.
આમ તો મારા જૂના દોસ્તાર જ ગણોને,
" રસ્તામાં આવું છું " કહીને ગયાં તે ગયાં.
મિત્રોની યાદીમાં અવ્વલ નંબર છે જ એનો,
" હું મારાંને મળું છું " કહીને ગયાં તે ગયાં.
ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.