શબ્દોથી સત્ય પ્રગટાવો મારા ભાઈ.
શીદને અંતરમાં છૂપાવો મારા ભાઈ.
ડગલેને પગલે સંઘર્ષ આવશે.
મુસીબતો આવીને ડરાવશે.
કર્મની ઢાલને સજાવો મારા ભાઈ..1
હરકદમ પર હિંમત રાખજો.
શ્રદ્ધા પોતાનામાં અખૂટ રાખજો.
મળેલાને મબલખ ગણાવો મારા ભાઈ..2
વિજય તમને સામેથી વરશે.
જયમાળ કોટે એ પહેરાવશે.
ધીરજનું પાથેય ધરાવો મારા ભાઈ...3
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.