દેશના રંગમાં હુ એવો રંગાઈ જાઉં,
કે માતૃભૂમિ ને કાજે શહીદ થાઉં.
ઘર, પરિવાર ની પરવા કર્યા,
વગર હુ યુદ્વ માં લળવા જાઉં.
દુશ્મનો ને માત આપીને ને માતૃભૂમિ,
ને કાજે હુ તિરંગો લહેરાઉ.
મારી માતૃભૂમિ સામે જો કોઇ મીટ,
માંડે તો હુ એના હુ લોચન હરી લાઉ.
માતૃભૂમિ ની કાજે હુ રક્ત ની સરિતા માં નાઉ,
માતૃભૂમિ ની કાજે હુ વીર થઇ પૂજાઉં.
મોજ, શોખ ભલે રહે અધૂરા હુ સરહદ ની માટીથી નહાવું,
માતૃભૂમિ ને કાજે હુ તિરંગા મા પાછો આવુ.
ભલે દેહ જળે કે ના જળે પ્રેમ મળે કે ના મળે,
પણ હુ ભારત મા નો સંપૂત થઇ હુ વીર થઇ પૂજાઉં.
લી.... ચૌહાણ સુરજબા "આર્ય "