....." જરૂરી હતું "
એક દિલનું, તૂટવુંએ જરૂરી હતું;
સુખ ને ચેનનું, લૂંટવું એ જરૂરી હતું;
આ ગઝલનાં શેર હું કેમ લખત કહો?
કોઇ સાથનું, છૂટવું એ જરૂરી હતું;
જાણતો'તો, એક' દી ભૂંસાઈ જશે!
એ જ નામનું, ઘૂંટવું એ જરૂરી હતું;
ચાંદની આ રાત કેવી રીતે વિતત?
ખ્વાબ આંખે, ગૂંથવું એ જરૂરી હતું;
છે સિતારાનું થયું આમ, ખરવું હવે!
એક આશનું, ખૂટવું એ જરૂરી હતું;
"વ્યોમ" ભાંગવું, તૂટવું તો થાયા કરે,
દિલ ભરોસે, મૂકવું એ જરૂરી હતું;
✍... વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
GETCO (GEB), મુ. રાપર.