હું ક્યા કહું છું કે નભ ના તારલા
તમે મારા માટે તોડી લાવો,*
* બસ પિયર માં રહી ગયેલું અધૂરું
સપનું તમે જોડી લાવો.*
*હું ક્યા કહું છું કે મારા માટે
તમે હીરા મોતી લાવો*
*મળે જો મારા સ્વમાન માં બે
મીઠાં શબ્દ તો ગોતી લાવો*
*હું ક્યા કહું છું કે મારા માટે
મહેલ મોલાતો બનાવો*
*ઈમાનદારી થી બસ
આપણું પરિવાર ચલાવો*
*હું ક્યા કહું છુ કે મારા
માટે રાનિહાર લાવો*
*પણ તમારા કારણે હારી ના જાઉં
આ અનમોલ જિંદગી એનો મન માં
જરા તો વિચાર લાવો*
*હું ક્યા કહું છું કે તમારા દિલ માં
મારા માટે તાજમહેલ બનાવો *
*બસ એક ખૂણા માં અમારા માટે
પણ જરા જગ્યા તો સજાવો*
*હું ક્યા કહું છું કે આખી દુનિયા
મારા માટે લૂંટાવી દયો*
*પણ ક્યારેક તો અમારા માટે
પણ કંઈક ઉપહાર લાવો*
*હું ક્યા કહું છું કે આખો દિવસ
મારી સાથે વાતો કરો*
*પણ ક્યારેક તો હસતા મોઢે
અમને પણ બોલાવો*
*હું ક્યા કહું છું કે મંજીલ
સુધી મારી સાથે ચાલો
પણ જરાક રસ્તો તો
અમનેય બતાવો*
સુરજબા બી ચૌહાણ" આર્ય" 🙏એક સ્ત્રી ની એના પતિ તરફ ની લાગણી અને નારાજગી મે આમાં વ્યક્ત કરી છે. ગમે તો લાઈક અને કમેન્ટ કરજો મારો લખવાનો ઉત્સાહ વધશે. 🙏