માનતાઓ સઘળી ફળે જ એવું નથી.
હોય તપન ત્યાં એ બળે જ એવું નથી.
કરી દો કિનારી રક્ષણ થશે આફતથી,
હરવખ્ત વાડ ચીભડાં ગળે જ એવું નથી.
મુસીબત વરસી રહી અનરાધાર કદી,
આંખ મિંચ્યે સંકટ ટળે જ એવું નથી.
હોય આત્મીય તો સમજાવવા પડે છે,
ને એ માનીને પાછા વળે જ એવું નથી.
ભાષા શરીરની બધી આંખો ના વાંચતી,
કીધા વિના મૂંઝવણ કળે જ એવું નથી.
અપ્સરાએ હવે એ વાત ભૂલવી જ ઘટે,
એના પ્રયાસે મુનિવર ચળે જ એવું નથી.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.