...." પંખી પાંજરે "
પૂરીને પાંજરામાં, રાખે ધ્યાન ખાણીપીણીની;
ખુશ છે માનવી ઝૂંટવી આઝાદી એક પંખીની;
કાપીને વૃક્ષો વાતો કરતો રહે છે સદા પ્રગતિની,
પરંતુ, વેદના શું જાણે? વળગેલ એક વેલડીની;
વહેતી'તી જે ખળખળ, હર એક પડાવ ઉપર,
બાંધી બંધ કાપી નાખી, પાંખ ઉછળતી નદીની;
કરોડોમાં વેચાઈ ગઈ તસ્વીર ભુખ્યાં બાળકની,
ને બાળકની આંખમાં હતી ભુખ એક ભાખરીની;
પોતાના થાય પારકાં ને પારકાંને કરી લે પોતાના,
"વ્યોમ" એ જ તો ખૂબી રહી છે એક દીકરીની;
✍... વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
GETCO (GEB), મુ. રાપર.