શબ્દોની અંતાક્ષરી જોઈ વિચારીને રમવી મિત્રો,
શબ્દો જ બાણ,
શબ્દો જ ઢાલ,
શબ્દો જ તલવાર,
શબ્દો જ શાર,
શબ્દો જ શણગાર,
શબ્દો જ સત્કાર,
શબ્દો જ તિરસ્કાર,
શબ્દો જ ઘાવ,
શબ્દો જ મલમ,
શબ્દો જ આશીર્વાદ,
શબ્દો જ શ્રાપ,
શબ્દો જ દવા,
શબ્દો જ દુઆ,
શબ્દો જ માન,
શબ્દો જ અપમાન,
શબ્દો જ સ્વભિમાન
શબ્દો જ અભિમાન,
શબ્દો જ આદર,
શબ્દો જ અનાદર,
શબ્દો જ વાદ,
શબ્દો જ વિખવાદ,
શબ્દો જ સ્નેહ,
શબ્દો જ નફરત,
શબ્દો જ તાકત,
શબ્દો જ કમજોરી,
શબ્દો જ યુદ્ધ,
શબ્દો જ સમાધાન,
શબ્દો જ ઇન્સાન,
શબ્દો જ ઈશ્વર,
શબ્દો જ આસ્તિક,
શબ્દો જ નાસ્તિક,
શબ્દો જ વાસ્તવિક,
✍️ચૌહાણ સુરજબા "આર્ય "