💙અહીં તો વાત્યુંને પણ ઊંઘ ન આવે, એવી વાત હતી.
ક્યારેય પૂરી ન થાય એવી,એક તુજ સંગ રાત હતી.
આંખો તો જુવે સપના ઘણાં,ને હૃદયને તું પોસાય એવી ભાત હતી.
સ્પર્શ તારો જો થાય જરીકે, આ રૂંવાટે રૂંવાટે મારે નાત હતી.
મુજને ના મળતો તારો હૃદયનો સ્પર્શ, તો જીવનમાં મારે ઘાત હતી.
તું સમજાય ઓછો ને જીવાય વધારે, એવી વ્હાલી તારી જાત હતી.💙
-@nugami