...." જિંદગી "
પકડું છું તો પણ એ છૂટી જાય છે;
રોજ બ રોજ થોડી ખૂટી જાય છે;
સુખોનું કરે ભલેને બાષ્પીભવન,
પણ, મળે દર્દ તો ઘૂંટી જાય છે;
શ્વાસ આપીને વિસ્તારી છે છતાં,
ક્યારેક ફૂગ્ગા જેમ ઊડી જાય છે;
અધુરી રહી કાયમ સફર જિંદગી,
ઈચ્છા ને કદી રસ્તા ખૂટી જાય છે;
કહો જિંદગી કે પાણીનો પરપોટો,
ઠોકર એક લાગતાં ફૂટી જાય છે;
જિંદગીથી વધુ ચાહતાં રહ્યાં મોત,
"વ્યોમ" વાસી તોય ચૂકી જાય છે;
✍... વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
GETCO (GEB), મુ. રાપર.