નાં વાદળ નાં વીજ
ઝરમર વર્ષે મેઘ
નાં સત્ય નાં અસત્ય
સમય કરે એ તથ્ય
નાં તારું નાં મારૂ
ઈશ્વર કરે એ સારૂ
નાં આદિ નાં અંત
ભ્રહ્માંડ છે અનંત
નાં રડુ નાં હસું
પ્રભુ ધ્યાન માં વશુ
નાં આકાર નાં નિરાકાર
એકજ સાક્ષાતત્કાર
નાં લાંગણી નાં માંગણી
ફક્ત ભાવના ત્યાગની
નાં શોખ નાં શોક
આઠેપોર મદહોશ
નાં દુઃખી નાં સુખી
સદા રહું પરમસુખી
નાં કામી નાં ક્રોધી
મારો આત્મા છે નિર્મોહી
✍️ચૌહાણ સુરજબા "આર્ય "