હે .... કૃષ્ણ!
🙏 મારા વંદન.
હે કૃષ્ણ ! મારે તને એક વાત કરવી છે.
હે કૃષ્ણ ! તું સાંભળ ને!
હે કૃષ્ણ ! મારે એક ચિત્ર પૂર્ણ કરવું છે.
હે કૃષ્ણ ! ચિત્ર હજુ પણ ઘણું અધુરૂ છે.
હે કૃષ્ણ ! મારે ચિત્ર પૂર્ણ કરવું છે.
હે કૃષ્ણ ! એ ચિત્ર મારા સપના નું છે.
હે કૃષ્ણ ! મારા ચિત્ર માં સાત રંગો હોય.
હે કૃષ્ણ ! ચિત્ર માં એક રંગ મારો પણ હશે.
હે કૃષ્ણ ! હું સમજાવી નહીં શકું.
હે કૃષ્ણ ! બાકી નું તું તો સમજી લઈશ જ ને.
હે કૃષ્ણ ! તું અંતર્યામી છે. તને સમજાય જશે.
હે કૃષ્ણ ! હું મારા રંગો અને મારું ચિત્ર.
હે કૃષ્ણ ! હું તારો અને તું મારો.
હે કૃષ્ણ ! મારા ચિત્ર ને પૂર્ણ કરાવીશ ને !
હે કૃષ્ણ ! વંદન 🙏
હે કૃષ્ણ.....તારો જ !
પરિમલ.