સમજી જાય ભાજપ તો સારૂ છે સાનમાં,
હવે ઘણો સમય નહિ રહે તલવારો મ્યાનમાં.
જલધિએ મર્યાદા રાખી છે ન્યાયની સ્વમાનની,
લળત લળી રહ્યા છે હજુ લોકતંત્રના માનમાં.
અઢારે વર્ણની બેન દિકરીની ઈજ્જતની રક્ષા કરી ,
આપ્યા છે પાંચસો બાસઠ રજવાડા અમે દાનમાં.
હિન્દૂ ધર્મ ટક્યો છે અવની પર જ્યારે માથા,
વિનાના ધડ લળ્યા ક્ષત્રિયોના રણ મેદાનમાં.
મહાભારત થઈ સ્ત્રીના સ્વમાનમાં ટીકીટ રદ નહિ થાય
તો મીની મહાભારત થશે ક્ષત્રિયાણીઓના માનમાં
ભાજપ સમજી જાય તો સારૂ છે સાનમાં નહિ તો,
સંપૂર્ણ ભારત ફેરવાઈ જશે કુરુકક્ષેત્રના મેદાનમાં.
✍️ચૌહાણ સુરજબા "આર્ય " મુન્દ્રા (કચ્છ )