Gujarati Quote in Poem by Chaitanya Joshi

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ભલભલી તલવારને હરાવી દેતી કલમ.
સ્થાન અદકું આખરે મેળવી લેતી કલમ.
છે જુસ્સો પણ નથી ગુસ્સો લેશમાત્રને,
ક્રોધને કલ્યાણમાં રખે એ ફેરવતી કલમ.
વાત સર્જનની છે, ના વિસર્જનની કદીએ,
તલવારધારી આવેગને એ શમાવતી કલમ.
પ્રેમ, સ્નેહ ,સત્યના સામ્રાજ્યની બુનિયાદ,
માર્ગ હિંસાનો આખરે એ છોડાવતી કલમ.
મીટાવી પશુતાને માનવતાની વાત કહેનારી,
વેરવૈમનસ્યને બદલાને એ બદલતી કલમ.

- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.

Gujarati Poem by Chaitanya Joshi : 111927319
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now