હું તો તારા ઘરને મારું માની ઘર સજાવતી ગઈ.
તારા સંબંધોને તારા કરતાં સારા નિભાવતી ગઈ.
શિકાયત કોઈ કર્યા વગર ફરજ પૂરી કરતી ગઈ.
મારો સંસાર સુખી હું તો એ જ સમજતી ગઈ.
ભ્રમ તૂટ્યો જ્યારે વાત મારા સંબંધ(પિયર)ની આવી,
એક ક્ષણમાં કહી દીધું
એ સાચવવો હોય તો છૂટા પડીએ એ જ વિકલ્પ.
વાહ રે એકવીસમી સદીનો સમાજ
આજે પણ વહુને દિકરી તો બનાવી જ નહીં.