...." કોરો કાગળ "
કાગળ ના વળતરમાં મળ્યો કોરો કાગળ;
મને તો એ પણ લાગ્યો'તો સોણો કાગળ;
લખ્યું ભલે કંઈ નહીં પણ વાંચ્યું મેં ઘણું,
જઝબાતોથી ભારોભાર ભરેલો કાગળ;
ખૂણેથી લાગ્યો એ જરાક ભીનો ભીનો,
હતો એ આંસુઓમાં ઝબોળેલો કાગળ;
મહેકતો' તો કાગળ કંઈક એવો આજ,
સ્નેહથી કોઈક એ તો ચૂમ્યો 'તો કાગળ;
ક્યારેક હતો મહોબ્બતનો હિસ્સો કાગળ,
બની રહી ગયો હવે એક કિસ્સો કાગળ;
✍... વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
GETCO (GEB), મુ. રાપર.