તું ઠીક છે ને મમ્મી? એ શબ્દો તારા આજ પણ જયારે યાદ આવે ત્યારે આંખ ભરાય જાય છે. મને જોઈ તું સમજી જતો એ દરેક વખતના બનેલ બનાવ મને ભૂતકાળમાં ડોકિયું કરવા ખેંચી જાય છે. તું બહુ જ નાનો હતો, છતાં મારી લાગણી સમજી જતો હતો. હજુ ઘણીવાર તારા શબ્દોનો ભાસ થાય ત્યારે ચહેરે હાસ્ય છવાઈ જાય છે, અને બીજી પળે એ ભ્રમ દૂર થતા આંખમાં આંસુ છવાઈ જાય છે.
આંખના આંસુ પણ સાચવી રાખું છું,
દોસ્ત! તારી યાદના ને! વહાલથી રાખું છું.
-ફાલ્ગુની દોસ્ત