..." શિકાયત ઓછી કરો"
જિંદગીથી તો શિકાયત ઓછી કરો;
હર એ ક્ષણને હેમ કાં'તો મોતી કરો;
આ તમસ તો જિંદગીમાં જાય આવે,
એક આશાની જ દિલમાં જ્યોતિ કરો;
હેમ માફક ચમકવા જ ઘસાવું પડે,
ખુદ જ ખુદની એ કદીક કસોટી કરો;
આ સમય પણ એક જેવો તો ના રહે?
એ સમય બદલાય ઈચ્છા મોટી કરો;
આજ છે એની, હશે કાલ તો આપણી,
"વ્યોમ" ચિંતા ના તમે આ ખોટી કરો;
✍... વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
GETCO (GEB), મુ. રાપર.