તારાથી વિખુટી હું પડી અને શબ્દોની સફરમાં જોડાઈ ગઈ! તને શબ્દોમાં જ કંડારી શબ્દોથી જ સ્પર્શવા લાગી, શબ્દે શબ્દમાં તારી જ પ્રીતને જતાવા લાગી! હા, એ અફસોસ ખુબ જ થાય કે, તને જ લખું છતાં તારો જ ઉલ્લેખ નહીં! આ વિવશતા પણ શબ્દોમાં જ પચાવવા લાગી! અધૂરા અતૂટ સંબંધને રોજ જુદજુદા શબ્દે કાગળમાં ઉતારી, રોજિંદા જીવનમાં આપણા સંબંધને શબ્દોથી જ પ્રાણ પુરી જીવીત રાખવા લાગી! અદભુત આપણા પ્રેમની શબ્દોમાં જ લાગણીની પુરવણી કરી શબ્દોમાં પ્રીત ફલિત કરવા લાગી! ક્યારેક તો આ શબ્દો તારા સુધી પહોચી તને શબ્દો થકી મને મળાવશે જ ને! બસ, એજ આશાએ શબ્દોની સફરને પ્રેમથી માણવા લાગી.
-ફાલ્ગુની દોસ્ત