હસ્તરેખામાં ના હોઈ શકે ભાવિ મારું.
મારું કર્મ નિજહસ્તે લખે ભાવિ મારું.
ના ગ્રહો,નક્ષત્રોની હોય જંજાળ મારે,
મારા વિચારો જ બસ આંકે ભાવિ મારું.
પ્રત્યેક પગલે હોય નજર મારી અવિરત,
શ્રમનો સથવારો જ પલટાવે ભાવિ મારું.
હું જ મારા કીસ્મતને કંડારનાર કર્મયોગી,
મુજ પ્રસ્વેદ જ નૂતન કંડારે ભાવિ મારું.
ના ગોચર ના સ્થાયી ગ્રહોની હો નડતર,
હાથ, હૈયાંને હામથી શણગારે ભાવિ મારું.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.