નવરાશની પળોમાં તો બધા યાદ કરે છે, મનમાં મને વિચાર એમ થાય છે કે, મારી જેમ શું તું પણ અસંખ્ય કામની પળોજણમાં પણ મને યાદ કરતો હોઈશ? અનેક લોકોની જનમેદનીમાં મારી ગેરહાજરી નોંધી શું તું મને યાદ કરતો હોઈશ? અને હા, એવું જરા પણ નથી કે હું બાકી બધાની વચ્ચે ખુશ નથી પણ આનંદ મને જે તારી સાથે મળે એ બીજા જોડે નથી મળતો, આમ આવા જ અહેસાસથી શું તું પણ મને યાદ કરતો હોઈશ?
મનના ભીતરે ઉઠતા પ્રશ્નોનો જવાબ ભીતરે જ મળ્યો પ્રેમ જો બંને તરફ નીસ્વાર્થ હોય તો અવશ્ય યાદ આવે જ! એકનો અહેસાસ બીજાના મનને સ્પર્શ્યા વગર ન જ રહે ખરું ને?