ખેતકામ કરતાં કરતાં જ્યારે કપાળેથી સરકી આવતા પરસેવાના રેલાનું ટીપું જમીન ઉપર પડતાની સાથે જાણે (કોઈ તાવડી ઉપર પાણી છાંટ્યાનો અવાજ છમ લઈને આવતો હોય) એવો ધમધોકાર તડકો,
ને એમાય કાળ બનીને બેઠેલી ફાંસ (ફાચર) જે કદાચ લોહીતરસ્યું હોય'ને રાહ જોઇને બેઠી હોય,
અજાણતાં પગની એડીમાં ખૂંપી જાય, ને એ પછી એકાએક જે આંખમાં આવી જતાં અંધારિયામાં મોં માંથી આહ! નીકળે
લોહીથી લથબથ થઈ ગયેલ બુટમાંથી પગને કાઢવાની કશમકશને કંપારી ચઢતાં હાથને થોડી ક્ષણ માટેની જે પીડા હતી અનહદ હતી પરાકાષ્ઠા હતી.
લગડાંતા-લગડાંતા ઝાડવાં હેઠે બેસતાં વિચાર આવ્યો,
આ પીડા માં આંખોને ભીંજવા જેવી કોઈ વાત નહોતી,
તો એવા તો એ કેવા કવેણ, તુચ્છકાર, વેદનાઓ રહી હશે જે યાદ આવતાની સાથે આંખોમાં ભીનાશ ભરે છે...