....." રંગનો ઉત્સવ "
લાલ, પીળો ને વાદળી, રંગનો ઉત્સવ;
ફાગણી રાતની ચાંદની, રંગનો ઉત્સવ;
સૌ સગા સ્નેહી, સંબંધી, રંગનો ઉત્સવ;
ભેરુ જેવી ભાઈબંધી, રંગનો ઉત્સવ;
બાજુ મૂકો નફરત, ઇર્ષા, નાપસંદ ને,
દુશ્મની કે દુશ્મન નથી, રંગનો ઉત્સવ;
ઉછળતો દરિયો ને સરોવરની તરંગો,
ને વહેતી ખળખળ નદી, રંગનો ઉત્સવ;
આ ધરા પર મૂક્ત મને વિહરતાં પશુ,
"વ્યોમ" ઊડાને છે પક્ષી, રંગનો ઉત્સવ;
✍... વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
GETCO (GEB), મુ. રાપર.