Gujarati Quote in Poem by વિનોદ. મો. સોલંકી .વ્યોમ.

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

" દિલમાં વ્યાપી જુઓ "


અંતર હૃદયથી હૃદયનું, થોડુ માપી જુઓ.
અંતર જરા જેટલું તો, આપ કાપી જુઓ.

અઘરી નથી કોઈ એકની કરવીએ અર્ચના,
કોઈની એક મૂરતને ભીતરમાં સ્થાપી જુઓ.

મુશ્કેલ થઇ જાય છે દિલથી પછી ભૂંસવું,
ઘૂંટેલ એક નામને મનમાં તમે છાપી જુઓ.

દિલ છે પછી કોઈનું પણ થઇ શકે એમ છે,
બીજાની તો વાત શું કરવી? કલાપી જુઓ.

બે તન પછી થાય છે એક આતમા "વ્યોમ", તો-
ઊંડાણથી કોઈના દિલમાં જ વ્યાપી જુઓ.

✍... વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
GETCO (GEB), મુ. રાપર.

Gujarati Poem by વિનોદ. મો. સોલંકી .વ્યોમ. : 111924373
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now