..." અમારા વખતની હોળી "
અમારા વખતની હોળીની વાત અનોખી હતી;
સ્નેહી, સંબંઘી અને ભાઈબંધોની ટોળી હતી;
ના હતા પૈસા કે ના અવનવા કોઈ રંગો હતા ને,
હરદળ, ગુલાલથી રમવાની અદા નિરાળી હતી;
હોળી દહન માટે કરતાં એકઠાં છાણાં ને લાકડાં,
બાદમાં મળતી ખજૂર ને શ્રીફળની પ્રસાદી હતી;
સવારમાં લઈ પિચકારી ને ફૂગ્ગા નિકળતાં રમવા,
કોઈને પ્રેમથી તો કોઈને પરાણે હોળી રમાડી હતી;
દિવસભર રમતાં રંગ, કાદવ ને કીચડ વડે હોળી,
દાદી પાસે વાર્તા હોલિકા પ્રહલાદની સાંભળી હતી;
તહેવારો પલટાયા છે ફરવાની રજાઓમાં "વ્યોમ"
આજકાલ પ્રજા પર્વના મહિમાથી દૂર ઠેલાતી હતી;
✍... વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
GETCO (GEB), મુ. રાપર.