રંગોની હોળી
તારા વિના અધૂરી આજ રંગોની હોળી
સાત રંગોનો એક રંગ તું ,જે અધુરો.
રાધાને કૃષ્ણની યાદની છે આ હોળી
છેલ્લી આ હોળીને છેલ્લી આ યાદો
વર્ષોની વાવણી ને આખરી આ યાદો
હવે નહિ આવું હું રંગોની મહેફિલમાં
મહેફિલ છે અધુરીને રંગ એક ઓછો
તારા વિના અધૂરી આજ રંગોની હોળી..
યાદ છે આજે પણ એ ગુલાબી રંગ તારો
તું મારી રાધાને શ્યામ હું તારો.
આખરી આ હોળીને છેલ્લી આ યાદો.
તારી દુનિયાનો રંગ છે ગુલાબીને
મારી દુનિયા છે રંગ વિના અધૂરી.
તારા વિના અધૂરી આજ રંગોની હોળી....
-mahendra