જીવનની હોળી
રંગવી હતી તારી સંગ જીવનની હોળી
રંગોથી પુરવા હતા તારા એ સપના અધૂરા.
પણ એ રંગ નિકળ્યો અધુરો ને આછો
રંગવી હતી તારી સંગ જીવનની હોળી...
અધૂરા એ રંગોને અધૂરા એ સપના
ફાગણ લઈ આવ્યો એ યાદોની હોળી
મનના માણીગર બની મહેકવુ હતું મારેને
સેંથામાં સી દૂર બની રગાવું હતું મારે...
મારા એ રંગોનો એક રગ તું મારો
આજે પણ યાદ છે પેલી રે રંગોની હોળી
જ્યા પૂરી હતી મેં અધૂરી રંગોની હોળી...
અધૂરી મારી આજે રંગોની હોળી..
રંગવી હતી તારી સંગ જીવનની હોળી..?
-mahendra(Sujal)