પામવાની આશ પીછો કરાવે છે તમારો, બાકી વનના એક ડેરામા અમે પણ છીએ.
રાહ તમારી જોઇ બેઠા છીએ અધવચ્ચે, નહીં તો કેડાના જાણકાર અમે પણ છીએ.
નજર ઝુકાવી લીધી તમારા સન્માનમા, બાકી કુશળ તિરંદાજ અમે પણ છીએ.
આતો કાયદાએ હાથ બાંધી રાખ્યા છે,. નહીં તો પ્રેમના પારધી અમે પણ છીએ.