Quotes by HITESH KATARIYA in Bitesapp read free

HITESH KATARIYA

HITESH KATARIYA

@hiteshkatariya987gmail.com214820


પળ પળ ને હરપળ સાચવવી કેટલી?
બેફિકરાઇને બારેમાસ બચાવવી કેટલી?
મંજિલ ભલે દેખાય, રસ્તાનો અંત ક્યાં? મળશે કંઈક માની,કાયાને ચલાવવી કેટલી?
ઘોર અંધકારની પણ અલગ જ મજા છે,
સ્વપ્નશીલને એ વાત સમજાવવી કેટલી?
થોડું અજવાળું કોરા રસ્તે દેખાય કાફી છે
અતિશ્યોક્તિની દિવેટને જલાવવી કેટલી?
અમર આત્મા,જોઈ કોણે આ જગતમાં?
આગમના એંધાણથી જિંદગીને ડરાવવી કેટલી?

Read More

વણથંભેલ કોયડાનો ઉકેલ છે મારા પપ્પા!
મારા અસ્તિત્વની ઓળખ છે મારા પપ્પા!

શોખ,સપના,સૌહાર્દ ને પાંખો તો આપી જ,
મુક્ત ગગને ઉડાન ભરાવનાર છે મારા પપ્પા!

જીવન પથ પર ભટકી જાઉં જો ક્યારેય,
પથદર્શક બની રાહ ચિંધનાર છે મારા પપ્પા!

સંઘર્ષના કાંટાળા વનમાં એકલો પડું જો,
માવજત કરનાર વનમાળી છે મારા પપ્પા!

અખિલ બ્રહ્માંડમા હશે તું શ્રી હરિ એકલો,
મારી માટે તો મારા ઈશ્વર, એક જ છે મારા પપ્પા!

Read More

ચાર દિવાલોનો ઘોંઘાટ થકવે છે?
દિલ મીટ માંડે એ સૃષ્ટિ તારી પડખે છે.

બેઇમાનીના બંચમા ઈમાનદારી નું એક પાનું જોયું,
શીર્ષકના સહારે છપાયું,તોય સૌથી છાનું જોયું.

સજ્જનતાના શાણપણ સામે,
દુર્જનતાનો તંજ ખોટો છે.

પદ ,પ્રતિષ્ઠા, પૈસા ઠીક,
ઈચ્છે 'હિત' સૌનું,માણસ એ મોટો છે.

આ તે કેવો અણધાર્યો આતંક?
ખુદને જોઈ અમે ઢળી પડ્યા.

જોઈ જાતને શું હસ્યા જરાક,                              . અરીસા સામે અમે ખૂબ રડી પડ્યા.

Read More

શંકા નહિ સંવાદ જોઈએ,
શક નહિ વિશ્વાસ જોઈએ,
અહંકાર નહિ આદર જોઈએ,
સુખ નહિ સંતોષ જોઈએ,
સ્વાર્થ નહિ સંગાથ જોઈએ,
સલાહ નહિ સાથ જોઈએ,
અદેખાઈ નહિ અસ્તિવ જોઈએ,
આવી,હાજરી જો હોય આપની,
તો પછી મારે બીજું શું જોઈએ?

Read More