"માઁ કહે કર વૃક્ષ સાથે સંવાદ આપે તને સાચું જ્ઞાન..."
"પૂછ્યું નમ્ર થઈ હાથ જોડી વૃક્ષને કર મને જ્ઞાનનું દાન.."
"મીઠી ભીની ઠંડી સવાર સૂર્યનારાયણની આભમાં કેસરી બિછાત.."
"વૃક્ષને નમી નમી કહ્યું તમે "દેવી વનસ્પતિ" કોટી કોટી નમસ્કાર આપો જ્ઞાન".
*ll " ૐ નમામિ દેવી વનસ્પતયે" ll*
"વૃક્ષ ઉવાચઃ સાંભળ મારાં નાદાન બાળ કરું તને જ્ઞાનની વાત."
" ખૂબ ઊંચો હું તાડ આભને કરું પડકાર તોય ના આવું તારે કામ."
"ચારે તરફ વધી ડાળી શાખ હું આપું તને મીઠી ઠંડી છાંય."
"લચી પડતાં ડાળીએ ડાળીએ ફળ હજાર, નમી જાઉં હું, કીધી જ્ઞાનની વાત."
"ફૂલની ફોરમ નવરંગી રંગોની કમાલ સુંદરતા બતાવું સેંકડો હજાર."
" ફળ ફૂલ ઔષધ કાષ્ઠ લાખ આપું ભરી આભ તોય ના અભિમાન."
" મીઠું હું પ્રભુનું ઝાડ આપું તને જ્ઞાન તોય આ માનવ મૂળ મારાં ખાય."
"મીઠાં ઝાડનાં ફળ ખવાય પુષ્પ લેવાય એનાં મૂળ ના ખવાય."
"કેવું અદ્ભૂત જ્ઞાન વૃક્ષ માઁ તારું બલિદાન તોય નથી કણનું અભિમાન. "
"પંચતત્વની શ્રુષ્ટિની રચના સૌપ્રથમ આપ્યું દેવી વનસ્પતિએ સાચું જ્ઞાન."
"સંસ્કાર સંસ્કૃતિની દાતા જ્ઞાતા માનવ જીવન પર કર્યો અમૂલ્ય ઉપકાર."
"હર પ્રશ્નનો જવાબ જ્ઞાનનો આવિષ્કાર "દિલ" કરે રોજ માઁ સાથે સંવાદ."
દક્ષેશ ઇનામદાર."દિલ"..