...." અફર છે "
મુજ વીતી તુજ વીતશે, એ અફર છે;
જેમણે કર્યું એ જ ભરશે, એ અફર છે;
જિંદગીને સફર સમજીને જીવી લો,
જે જન્મયો છે તે મરશે, એ અફર છે;
હાથ ખાલી લૈને આવ્યાં સૌ જગતમાં,
ને, ખાલી હાથે જ ફરશે, એ અફર છે;
હાથનાં જે કર્યાં, હૈયે એ લાગ્યાં છે,
ભોગવીને જ જવું પડશે, એ અફર છે;
"વ્યોમ", મુક્તિ ને મોક્ષ આપે કરમ છે,
ને, જીવદયા ભવ તારશે, એ અફર છે;
✍... વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
GETCO (GEB), મુ. રાપર.