રંગ વગરનું હું, આકાર વગરનું હું.
ઢળી જાઉં એવી રીતે જાણે છું એ જ!
તકલીફ એક જ મારી,
છું હું મર્યાદિત ઘણું!
પ્રાપ્ય સ્ત્રોતો મારા ઘણાં,
પણ થયાં પ્રદુષિત લગભગ બધાં.
કપાતાં ગયાં જંગલો ઘણાં,
અને ઓછી થતી ગઈ જમીનો.
ઢગલા પ્લાસ્ટિકનાં થયાં જમીનમાં,
ને રસ્તો મારો થયો બંધ!
નથી સમજાતું મને કેમ કરી જાઉં,
જમીનમાં અંદર તો છે મારું ઘર!
ખીજ ઉતારે સૌ મારા પર,
વહેતું હું જ્યારે બનીને પૂર જમીન પર.
કેમ ન સમજે આ માનવજાત એવું?
છે રસ્તો મારા ઘરનો બંધ,
એટલે જ તો ફેલાઉ છું તારા રસ્તે હું!!!
કરો વપરાશ ઓછો પ્લાસ્ટિકનો,
ને ઉગાડો વૃક્ષો વધુ,
જુઓ પછી સૌ કોઈ,
કેવા રાખું તાજામાજા સૌને!!!
જો ન કરશો મારું રક્ષણ,
તો ગાયબ થઈશ હું સદાય માટે.
આપતાં પૈસા અઢળક મને લેવા,
તોય ન હશે મારું અસ્તિત્વ!!!
છું હું હજુય ધરતી પર,
બચાવો મને અને વધારો મને,
એમ જ થોડું કહેવાઉં હું,
"ધરતી પરનું અમૃત".
હું છું તો છે તમારું જીવન!
હું છું વહેતું પાણી,
કરું વિનંતિ એક જ,
બચાવો પર્યાવરણ વૃક્ષોને વાવી!
22 માર્ચ 2024
વિશ્વ જળ દિવસની સૌને શુભેચ્છાઓ💐.