🌹 વિશ્વ કવિતા દિવસની શુભકામના 🌹
બાળપણનો જમાનો ખોવાયો;
નાદાનિયતનો ઇજારો ખોવાયો;
હોળી ને દિવાળીની મોજ મજા,
ઉત્સવોનો એ ખજાનો ખોવાયો;
ખોવાયું છે મજાનું ભોળું હૃદય,
ગામનાં પાદરનો નજારો ખોવાયો;
તળાવની પાળ ને વડલાની ડાળ,
ભેરુનાં નાદનો ઈશારો ખોવાયો;
ભાડાની સાઇકલ ને ડબ્બલ સીટ,
ખભાથી ખભાનો સહારો ખોવાયો;
મઝધારે છે જીવન નાવ "વ્યોમ"
શોધતો જ રહ્યો, કિનારો ખોવાયો;
✍... વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
GETCO (GEB), મુ. રાપર.