હું પથ્થર નહીં થઈ શકું હું ધબકતું કોમળ દિલ છું.
હું દવ બની બાળી નહીં શકું નમીથી ભરેલું કાળજુ છું.
હું પથ્થરની લકીર બોલેલું કીધેલું હંમેશા પાળું છું.
હું પ્રેમ વિશ્વાશમાં મારાં ઈશ્વરને જોઉં છું.
હું તરછોડી ભૂલી ના શકું જેને દિલથી સ્વીકારું છું.
હું ઈશ્વરે આપેલી મૂલ્યવાન ભેટ કાળજે રાખું છું.
હું ભુલાઉં નહીં કદી કોઈને કારણ સમર્પિત થઉં છું.
હું જયારે પ્રેમ સામે ઘાત કરે ત્યારે બળું તડપું છું.
હું પ્રેમ લાગણીથી મીણની જેમ પીગળું પીગળાવું છું.
હું જેને "દિલ"માં આપું સ્થાન એની પૂજા કરું છું.
દક્ષેશ ઇનામદાર."દિલ"..