કેવા મજાના હતાં એ વેકેશન!
હતી કેવી મોજ મામાના ઘરની!
કેરીના ગોટલા ચૂસવાની મજા અનોખી
બદામના ઝાડને કેવાં મારતા પથ્થરો
ને એથી ટપોટપ ખરતી બદામો!
મામીના હાથની એ રસોઈ
ખાઈને થઈ જાતાં કેવા તાજામાજા!
હવે ક્યાં મળે એવાં વેકેશન?
જવાબદારીના બોજ તણે
દબાયેલા આપણે સહુ
ચાલોને ફરી હવે માણીએ
મામાના ઘેર એક મજાનું વેકેશન!
#vacation